ડેબિટ કાર્ડ એટલે શું? | ડેબિટ કાર્ડ ના પ્રકાર | બેંક ડેબિટ કાર્ડ | ક્રેડિટ કાર્ડ એટલે શું | ક્રેડિટ કાર્ડ નંબર | ડેબિટ એટલે શું? | Debit Card information in Gujarati | Debit Card vs Credit card in Gujarati
ડેબિટ કાર્ડ શું છે જો તમારે કોઈ પણ બેંક એકાઉન્ટમાં ખાતું હશે તો તમને બેન્ક એકાઉન્ટ તરફથી એટીએમ કાર્ડ આપવામાં આવશે આ એટીએમ કાર્ડ બે પ્રકારના જોવા મળે છે જેમાં એક ડેબિટ કાર્ડ અને બીજું ક્રેડિટ કાર્ડ હોય છે. આપણા ભારત દેશમાં ઘણા લોકોને સાચી માહિતીના અભાવના કારણે ડેબિટ કાર્ડની એટીએમ કાર્ડ તરીકે ઓળખે છે જેના કારણે તેમની પાસે ડેબિટ કાર્ડ વિશેની સંપૂર્ણ માહિતી હોતી નથી આજે આપણે આ લેખ દ્વારા ડેબિટ કાર્ડ વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
 |
Debit Card information in Gujarati |
આજના લેખમાં આપણે ડેબિટ કાર્ડ વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છે ઝડપથી તમને ડેબિટ કાર્ડ અને એટીએમ કાર્ડ વચ્ચે કોઈ પણ પ્રકારની મૂંઝવણ ન થાય.
આજના લેખમાં આપણે ડેબિટ કાર્ડ શું હોય છે ડેબિટ કાર્ડ કેવી રીતે કામ કરે છે ડેબિટ કાર્ડ ના પ્રકાર, ડેબિટ કાર્ડ કેવી રીતે બનાવવું જોઈએ, ડેબિટ કાર્ડ થી પિન, પૈસા કમાવા માટેની રીત ડેબિટ કાર્ડ અને ઉપયોગ કઈ રીતે કરી શકાય છે તે વિશે આપણે આ લેખ દ્વારા જણાવીશું તથા ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ વચ્ચેનો તફાવત પણ જાણીશું જો તમને આ માહિતી ગમે તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.
ડેબિટ કાર્ડ એટલે શું?
ડેબિટ કાર્ડ એક ચોરસ પ્લાસ્ટિક કાર્ડ છે જેમાં બેંક દ્વારા તેમના ગ્રાહકોને આપવામાં આવે છે જેના ઉપયોગ કરીને નાગરિકો એટીએમ મશીન દ્વારા પૈસા ઉપાડી શકે છે તથા ઓનલાઈન ટ્રાન્જેક્શન કરી શકે છે અને સાથે તેનો સ્વાઈપ મશીન દ્વારા સ્વાઈપ કરીને ખરીદી પણ કરી શકે છે.
ડેબિટ કાર્ડ દ્વારા બેંક ખાતામાં સીધું લીંક કરી શકાય છે જેનો અર્થ છે કે તમે ડેબિટ કાર્ડ દ્વારા તમારે બેન્ક એકાઉન્ટ ની રકમ નો ઉપયોગ કરી શકો છો.
આંતરરાષ્ટ્રીય ડેબિટ કાર્ડ શું છે?
આંતરરાષ્ટ્રીય ડેબિટ કાર્ડનો ઉપયોગ વિદેશ પ્રવાસ માટે થાય છે જેના ઉપયોગથી ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડની મદદથી તમે જ્યારે વિદેશમાં સરળતાથી પૈસાની લેવડ-દેવડ કરી શકો છો અને એટીએમના ઉપાડ કેન્દ્રો ઉપર પૈસા ઉપાડી શકો છો જ્યારે કોઈપણ પ્રકારના આ કાર્ડ ઉપયોગ કરશો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાંથી વધારાનું કેસ અને પુરસ્કાર મળવા પાત્ર થશે.
ડેબિટ કાર્ડ કઈ રીતે કામ કરે છે?
આપણે ડેબિટ કાર્ડ શું છે તે જાણી હવે ચાલો આપણે ડેબિટ કાર્ડ તે કઈ રીતે કામ કરે છે તે વિશે ચર્ચા કરીએ જેના માટે નીચે આપેલી મહત્વપૂર્ણ વસ્તુઓ છે, જેના ઉપયોગથી ડેબિટ કાર્ડ કામ કરી શકે છે.
- ડેબિટ કાર્ડ નંબર
- અંતિમ તારીખ
- સીવીવી નંબર
- કાળી પટ્ટી
- એટીએમ પીન નંબર અને
- વન ટાઈમ પાસવર્ડ.
જ્યારે કોઈપણ વ્યક્તિ પૈસા ઉપાડવા માટે એટીએમ મશીન ને ડેબિટ કાર્ડ દાખલ કરે છે ત્યારે એટીએમ મશીન દ્વારા ડેબિટ કાર્ડ માંથી તમારા બેન્ક એકાઉન્ટ ની માહિતી મેળવવામાં આવે છે ત્યારબાદ એટીએમ દાખલ કરો ત્યારે એટીએમ કાર્ડ દાખલ કર્યા બાદ તમે રોકડ પ્રાપ્ત કરી શકો છો.
જ્યારે કોઈપણ દુકાન અથવા કોઈપણ જગ્યાએ કાર્ડ સ્વાઇપ કરો ત્યારે સ્વાઇપ મશીન તમારા એટીએમ કાર્ડ માં હાજર બ્લેક મેગ્નેટિક સ્ટ્રીપ માંથી તમારા બેંક ખાતા વિશેની માહિતી મેળવી લે છે અને ત્યારબાદ તમારા દાખલ કરવામાં આવતા એટીએમ પીન દ્વારા તમારે ટ્રાન્જેકશનની સંપૂર્ણ માહિતી લઈને ટ્રાન્જેક્શન ની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે.
ઓનલાઇન ટ્રાન્જેક્શનની પ્રક્રિયામાં જેમકે ઓનલાઇન પેમેન્ટ તમતા રિચાર્જ અથવા dth રિચાર્જ જેવી વગેરે કરવા માટે ડેબિટ કાર્ડ નંબર એક્સપાયરી ડેટ સીવીવી નંબર તેમજ ઓટીપી ની જરૂરિયાત રહે છે આ બધી માહિતી યોગ્ય રીતે ભર્યા બાદ તમે ઓનલાઇન ટ્રાન્જેક્શન સરળતાથી કરી શકીએ છીએ.
ડેબિટ કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ તમારા ડેબિટ કાર્ડ ની આગળ ની બાજુએ જોવા મળે છે અને સીવીવી તેમજ કાળા ચુંબક ની પટ્ટી એ ડેબિટ કાર્ડ ની પાછળ ની બાજુ જોવા મળે છે.
ડેબિટ કાર્ડ ના પ્રકાર
ભારતમાં મુખ્યત્વે પાંચ પ્રકારના ડેબિટ કાર્ડ ઉપયોગ કરવામાં આવેલ છે જેમની માહિતી નીચે મુજબ આપેલી છે.
રૂપે ડેબિટ કાર્ડ
રૂપે ડેબિટ કાર્ડ દ્વારા ભારત સરકાર દ્વારા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના હેઠળ માર્ચ 2022 માં લોન્ચ કરવામાં આવેલું રૂપે ડેબિટ કાર્ડ છે જેના દ્વારા ભારત સરકારે શરૂ કરેલું છે કારણ કે ભારતમાં મોટાભાગના ઇલેક્ટ્રોનિક વહેવારો આંતરરાષ્ટ્રીય ને બદલે સ્થાનિક થાય છે તેના માટે ભારતીય લોકો વિદેશી કંપનીના કાર્ડ બિનજરૂરી ચાલતી બચી શકે તેના માટે સરકાર દ્વારા રૂપે કાર્ડ બનાવવામાં આવ્યું હતું.
માસ્ટર ડેબિટ કાર્ડ
માસ્ટર ડેબિટ કાર્ડ વિશ્વના સૌથી લોકપ્રિય ડેબિટ કાર્ડ તરીકે માનવામાં આવે છે કારણ કે માસ્ટર કાર્ડ એ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું ડેબિટ કાર્ડ છે.
વિઝા ડેબિટ કાર્ડ
વિઝા ડેબિટ કાર્ડ એ તમામ પ્રકારના ઓનલાઈન તેમજ ઇલેક્ટ્રોનિક માટે વિશ્વપ્રસિદ્ધ ડેબિટ કાર્ડ છે જે ભારતમાં મોટાભાગના વિઝા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે.
વિઝા ઇલેક્ટ્રોન ડેબિટ કાર્ડ
વિઝા ઇલેક્ટ્રોન ડેબિટ કાર્ડ જેવા જ હોય છે પરંતુ તેમાં કાળ ધારકોને ઓવરડ્રાફ્ટ ની સુવિધા મળતી નથી આ પ્રકારના ડેબિટ કાર્ડનો ઉપયોગ ખર્ચને નિયંત્રિત કરવા માટે થઈ રહ્યો છે.
ડેબિટ કાર્ડનો ઉપયોગ કેવી રીતે કરવો?
ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ તમારી એટીએમ મશીનમાં જઈને ત્યાં રીડરમાં તમારું ડેબિટ કાર્ડ દાખલ કરવાનું રહેશે.
ત્યારબાદ તમારી atm પિન દાખલ કરવાનો રહેશે એ પછી તમારી આગળની પ્રક્રિયા શરૂ થશે જેમાં તમારે જેટલા પૈસા ઉપાડવા હોય તે પૈસાની રકમ દાખલ કરવાની રહેશે ત્યારબાદ તમારે તે એટીએમ મશીન માંથી સુચના મુજબ રોકડ પૈસા ઉપાડી શકો છો.
આમ સરળતાથી તમે ડેબિટ કાર્ડનો ઉપયોગ એટીએમ મશીન દ્વારા કરી શકો છો.
ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ વચ્ચેનો તફાવત
ઘણા લોકોને ડેબિટ કાર્ડ તેમજ ક્રેડિટ કાર્ડ વચ્ચેનો તફાવત ખબર હોતો નથી, ને માહિતી નીચે મુજબ આપેલો છે.
- ડેબિટ કાર્ડ ની વાત કરવામાં આવે તો તે તમારા બેન્ક એકાઉન્ટ સાથે લિંક થયેલું હોય છે તમે તમારા બેંક ખાતામાં જેટલા પૈસા હશે તેટલા તમે ડેબિટ કાર્ડ દ્વારા વાપરી શકો છો જ્યારે ક્રેડિટ કાર્ડ ની વાત કરવામાં આવે તો ક્રેડિટ કાર્ડ એ તમારે બેન્ક એકાઉન્ટ સાથે કોઈપણ પ્રકારની લેવાદેવા હોતા નથી ક્રેડિટ કાર્ડ તમને બેંક દ્વારા મની ટ્રાન્સફર કરવામાં આવે છે આ ક્રેડિટ કાર્ડ દ્વારા નિશ્ચિત મર્યાદામાં તમને ટેન્કર દ્વારા પૈસા આપવામાં આવે છે જેનો ઉપયોગ કરીને તમે દર મહિને બેન્ક પાસેથી પૈસા પાછા આપવાના રહેશે આમ તમે ક્રેડિટ કાર્ડના ઉપયોગથી તમે બેંક તરફથી ઉધાર પૈસા લઈને વાપરી શકો છો.
- તમે ડેબિટ કાર્ડથી જ પૈસા ખર્ચો છો જ્યારે તમારા ક્રેડિટ કાર્ડ માં બેંક તમને પૈસા ઉધાર આપે છે.
- ડેબિટ કાર્ડ નો ઉપયોગ મોટાભાગના લોકો બેંકમાંથી પૈસા ઉપાડવા કરે છે જ્યારે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ લોકો ખરીદી કરવા માટે કરે છે.
- એટીએમ ની મદદથી ડેબિટ કાર્ડ માંથી પૈસા ઉપાડી શકે છે જેમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગતો નથી.
- ક્રેડિટ કાર્ડ દ્વારા એટીએમ માંથી પૈસા ઉપાડતી વખતે થોડો એવો લાગુ પડે છે.
Also Read:
ડેબિટ કાર્ડ વિશે પૂછાતા વારંવાર પ્રશ્નો | FAQs of Debit Card in Gujarati
Q: ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ વચ્ચે શું તફાવત હોય છે?
Ans: ડેબિટ કાર્ડ માંથી તમે જે પૈસા ખર્ચો છે તે તમારા બેન્ક એકાઉન્ટ માંથી કટ થાય છે જ્યારે ક્રેડિટ કાર્ડ દ્વારા તમે જે ખર્ચો કરો તે પૈસા એ બેંક દ્વારા તમને ઉધાર આપવામાં આવે છે.
Q: ડેબિટ કાર્ડ માં એક દિવસમાંથી આપણે કેટલા પૈસા ઉપાડી શકીએ છીએ?
Ans: ડેબિટ કાર્ડ દ્વારા એક દિવસમાં 20,000/- રૂપિયાથી લઈને 40,000/- રૂપિયા સુધી ઉપાડ કરી શકીએ છીએ.
Q: ડેબિટ કાર્ડનો ઉપયોગ શું છે?
Ans: ડેબિટ કાર્ડ એ એટીએમ મશીન માંથી પૈસા ઉપાડવા તથા ઓનલાઇન ટ્રાન્જેક્શન માટે તેમજ શોપિંગ માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી શકાય છે.
Q: ડેબિટ કાર્ડ કેટલા દિવસમાં બને છે?
Ans: ડેબિટ કાર્ડ માટે અરજી કર્યા બાદ તમે 10 થી 15 દિવસમાં જનરલ થઈ જાય છે આ એપ્લિકેશન ફોર્મમાં તમને જે સરનામું આપ્યું હશે તે સરનામા પર તમારું ડેબિટ કાર્ડ પહોંચી જશે.
Comments
Post a Comment